calendar_todayJanuary 23, 2026
Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?
ગુજરાતમાં SIRની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરે SIRની કામગીરીને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ થયું છે.
પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે ગેરરીતિ
અમદાવાદમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ હયાત મકાનમાં રહેતા નહીં હોવાનો ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રફીકભાઈ નામના વ્યક્તિએ વાંધો લઈને ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અમઝદ ખાનના પરિવારના ત્રણ સભ્યોના નામ રદ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.