android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ચરસના કેસમાં ધરપકડ, SOG પોલીસે શૈલેષસિંહ ચૌહાણને ઝડપી પાડયો

calendar_todayJanuary 7, 2026

Ahmedabad News : અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ચરસના કેસમાં ધરપકડ, SOG પોલીસે શૈલેષસિંહ ચૌહાણને ઝડપી પાડયો

કોન્સ્ટેબલ શૈલેષસિંહે પેડલર અજયને ચરસ આપ્યું હતું અને પેડલર અજય પાસેથી 4.68 લાખનો ચરસનો જથ્થો મળ્યો છે, મુઠીયા ગામે પાસેથી 1.8 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા મુઠીયા ગામ પાસેથી SOG ટીમે રેડ કરી ચરસનો જથ્થો પકડ્યો હતો.

26 વર્ષના યુવકની 4.68 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા 1 કિલો 872 ગ્રામ ચરસ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જેમાં ચરસનો જથ્થા અંગે પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી ખુલી કે અમદાવાદ શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે 1.872 કિલો ચરસનો જથ્થો વેચવા માટે આપ્યો હતો. જેથી એસઓજી દ્વારા પોલીસકર્મીની પણ આ કેસમાં ધરપકડ કરાઈ છે. સોમવારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નરોડાના મૂઠિયા ગામ પાસેથી અજય બઘેલ નામના 26 વર્ષના યુવકની 4.68 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

ટ્રાફિક પોલીસ સ્ટેશનનના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણની પણ ધરપકડ

આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પોલીસની સંડોવણી ખુલી હતી, આરોપીએ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે તેને આ ચરસનો જથ્થો પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણને આપ્યો હતો. આ કેસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનનના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણની પણ ધરપકડ કરી છે. હાલ તો શૈલેષ ચૌહાણે આ ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો હોવાનું જણાવ્યું છે. ઝડપાયેલો દિવ્યાંગ આરોપી અજય પહેલેથી શૈલેષ ચૌહાણના સંપર્કમાં હતો. શૈલેષ ચૌહાણ પહેલા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારથી એકબીજાના સંપર્કમાં હતા.


આ પણ વાંચો : Rajkot News : દેશનાં સીમાડા કૂદી આફ્રિકા સુધી પહોંચતો થ્રેશર ઉદ્યોગ, કોઠાસૂઝથી આધુનિક થ્રેશર મશીન બનાવતા જસદણનાં કારીગરોની કરામત