calendar_todayMarch 6, 2026
Ahmedabad News: T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ જોવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
રેલવે વિભાગ દ્વારા 7થી9 માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. તેજસ અને AC સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા મુસાફરોને આપવામાં આવશે. મુંબઈથી અમદાવાદ સુધીના રૂટ પર સુરત, વડોદરા અને વાપીમાં ટ્રેનના મહત્વના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. ક્રિકેટના હાઈ ફિવર વચ્ચે ટ્રેનના મુસાફરો માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે. IRCTCની વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકાશે.
આ રીતે ટ્રેનનું સંચાલન કરાશે
7 માર્ચના રાત્રે 11.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ તેજસ ટ્રેન ઉપડશે જે 8 માર્ચના સવારે 8.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.8 માર્ચના સવારે 6.20 કલાકે મુંબઈ સેન્ટ્રલથી AC સુપરફાસ્ટ ટ્રેન ડિપાર્ચર થશે જે બપોરે 12.40ના અમદાવાદ પહોંચશે. 9 માર્ચના અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે AC સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન થશે. મુસાફરોને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટોપેજ મળશે.
આ પણ વાંચોઃ Gujarat Weather Update: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં કેવું રહેશે ગરમીનું પ્રમાણ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી