android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ

calendar_todayFebruary 9, 2026

Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ

રાજકોટ અને જામનગરમાં થયેલા ગોડસેના વિરોધ પછી, હવે અમદાવાદમાં પણ ગોડસેનો વિરોધ થયો છે. NSUI દ્વારા અમદાવાદના બોડકદેવ સર્કલ પાસે વિરોધ પ્રગટ કરતા લખાણો લખતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. NSUI દ્વારા ગાંધીજી અમર રહો અને ગોડસે મુર્દાબાદ જેવા નારા લખવામાં આવ્યા છે.

દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ

NSUI ના કાર્યકરો એ પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં અને જાહેર દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ કરતા નારા લખ્યા છે .તેમણે “ગાંધીજી અમર રહો” અને “ગોડસે મુર્દાબાદ” જેવા સ્લોગનોથી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો.

ગોડસેના ફોટા પર કાળી સહી લગાવી

NSUI કાર્યકરો દ્વારા ગોડસેના ફોટા પર કાળી સહી લગાવીને વિરોધ કરાયો હતો.

ગોડસેના નાટકનો વિરોધ

NSUI એ આ પ્રદર્શન દ્વારા ગોડસેના નાટકને રોકવાની માંગ ઉઠાવી છે. અગાઉ રાજકોટ અને જામનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ નાટકને રોકવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે અમદાવાદમાં પણ નાટક રોકવાની માગ સાથે વિરોધ શરુ થઇ ગયો છે.


આ પણ વાંચો-----    Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને ગરમી, બેવડી ઋતુથી લોકો હેરાન પરેશાન