android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadમાં PCB નો સપાટો: ન્યુ રાણીપના કલાસાગર હાઇટ્સમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

calendar_todayAugust 11, 2026

Ahmedabadમાં PCB નો સપાટો: ન્યુ રાણીપના કલાસાગર હાઇટ્સમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) એ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ન્યુ રાણીપ વિસ્તારના કલાસાગર હાઇટ્સમાં PCB ની ટીમે બાતમીના આધારે સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. અહીં ફ્લેટમાં મકાનમાલિક અને તેના સાગરીતો દ્વારા ગોળ કુંડાળું વાળી પત્તા-પાના વડે નાણાંની હારજીતનો મોટો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.

ગૌતમ પટેલના ફ્લેટમાંથી 8 જુગારીઓ ઝડપાયા

PCB ના દરોડા દરમિયાન ગૌતમ પટેલ નામના શખ્સના ફ્લેટમાંથી જુગાર રમી રહેલા કુલ 8 આરોપીઓને રેડ હેન્ડેડ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દાવ પર લગાવેલા તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 3.55 લાખ સ્થળ પરથી જ જપ્ત કર્યા હતા. હાઇપ્રોફાઇલ રીતે ચાલતા આ જુગારધામ પરથી મોટી રકમની હેરફેર થતી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપીઓના મોંઘાદાટ મોબાઇલ ફોન, 3 લક્ઝુરિયસ કાર તેમજ 1 ટુ-વ્હીલર મળીને કુલ રૂપિયા 38.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા તમામ 8 આરોપીઓ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી પોલીસની નાક નીચે ચાલતા આ જુગારધામને PCB એ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો