android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad Plane Crash: ખૌફનાક દુર્ઘટનાનો એ સાક્ષી, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ આર્યનને બનાવ્યો 'એરોપ્લેન બોય'

calendar_todayJune 12, 2026

Ahmedabad Plane Crash: ખૌફનાક દુર્ઘટનાનો એ સાક્ષી, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ આર્યનને બનાવ્યો 'એરોપ્લેન બોય'

ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામનો રહેવાસી 18 વર્ષનો આર્યન અસારી આજે તેના વિસ્તારમાં 'એરોપ્લેન બોય' તરીકે જાણીતો છે. એક વર્ષ પહેલાં તે એક સામાન્ય શાળાનો વિદ્યાર્થી હતો, જેણે ક્યારેય વિમાનને નજીકથી જોયું પણ નહોતું. પરંતુ 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના ભીષણ વિમાન અકસ્માતે તેની ઓળખ હંમેશા માટે બદલી નાખી. 260 લોકોનો ભોગ લેનારી એ ભયાનક દુર્ઘટનાની છેલ્લી ક્ષણોને આર્યને અજાણતા જ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

 તેણે પહેલીવાર આટલી નજીકથી વિમાન ઉડતું જોયું

તે કાળઝાળ દિવસને યાદ કરતાં આર્યન જણાવે છે કે, તે પહેલીવાર અમદાવાદ આવ્યો હતો. આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ મેટ્રો સ્ટેશન પર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા તેના પિતા મગન અસારી સાથે સમય વિતાવવા અને ધોરણ-12ના પુસ્તકો ખરીદવા તે આવ્યો હતો. એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં પિતાના ભાડાના મકાનની છત પર ઊભા રહીને તેણે પહેલીવાર આટલી નજીકથી વિમાન ઉડતું જોયું અને ઉત્સાહમાં આવી મિત્રોને બતાવવા વીડિયો ઉતારવા લાગ્યો.

અચાનક વિમાન નીચે આવવા લાગ્યું અને જોતજોતામાં...

આર્યન કહે છે, "અચાનક વિમાન નીચે આવવા લાગ્યું અને જોતજોતામાં આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું. હું એટલો ડરી ગયો કે શું કરવું એ ખબર ન પડી." એ વીડિયો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વાયરલ થતાં જ આર્યન રાતોરાત પ્રખ્યાત થઈ ગયો.

લોકો તેને 'એરોપ્લેન બોય' તરીકે ઓળખે છે

આ અકસ્માત બાદ તે ગામડે પરત ફર્યો અને ધોરણ-12 પાસ કર્યું. આજે પણ લગ્નોમાં કે સભામાં લોકો તેને 'એરોપ્લેન બોય' તરીકે ઓળખે છે, પણ આ પ્રસિદ્ધિની તેણે ભારે કિંમત ચૂકવવી પડી છે. આર્યન હવે ક્યારેય વિમાનનો વીડિયો નથી બનાવતો. તેને ડર છે કે જો તે વીડિયો બનાવશે તો વિમાન ફરી ક્રેશ થઈ જશે! વિદેશ જવાનું સપનું હોવા છતાં, આજે પણ તેનામાં વિમાનમાં બેસવાની હિંમત નથી.


આ પણ વાંચો----     Gujarat Latest News Live: SMCના દરોડા બાદ ચોટીલાના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ