android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad Rain Update: 1 કલાકમાં 4 ઇંચ વરસાદ, AMCની પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ અસમંજસમાં!

calendar_todaySeptember 18, 2026

Ahmedabad Rain Update: 1 કલાકમાં 4 ઇંચ વરસાદ, AMCની પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ અસમંજસમાં!

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC) દિનેશ ગુરવે આ પ્રેસ કોન્ફરન્સમાં વરસાદ સંબંધિત વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વખતે માત્ર 1 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકવાને કારણે શહેરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

વાસણા બેરેજ અને સાબરમતી નદીના જળસ્તર અંગે ખુલાસો

વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે વાસણા બેરેજનું લેવલ 126.5 ફૂટ લાવવામાં આવ્યું છે અને તેના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધીને 136 ફૂટ (હાઈ લેવલ) સુધી પહોંચ્યું હતું, જેને આજે અચાનક પાણી છોડીને 10 ફૂટ નીચે લાવવામાં આવ્યું હતું. મનપા અને ઇરીગેશન વિભાગના સંકલનથી આ પાણી છોડવામાં આવ્યું હોવાનું DYMC દિનેશ ગુરવે જણાવ્યું હતું. જોકે, કોની સૂચનાથી આ લેવલ પર પાણી લાવવામાં આવ્યું તે અંગે અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.


શહેરમાં પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી મુશ્કેલીઓની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે, અખબારનગર અંડરપાસ હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાંથી કુલ 45 જેટલા ઝાડ પડવાની ફરિયાદો મળી હતી, જેમાંથી 3 નો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરમાં 18 જેટલા જંક્શન પર પાણી ભરાયા હોવાની તથા રોડ અને સોસાયટીઓમાં મળીને કુલ 235 જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ છે. સવારે 7 વાગે જ એલર્ટ મળી ગયું હોવાથી સ્ટાફ પહેલેથી જ ફિલ્ડ પર કાર્યરત હતો.


આ પણ વાંચો: Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ