calendar_todaySeptember 7, 2026
Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસો
અમદાવાદ અને સુરતની કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 5 તારીખે હાઇકોર્ટ અને સુરત કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં તપાસ શરૂ કરી હતી.
ચેન્નાઈની હોટલોમાં તપાસ બાદ પોલીસને મળી મોટી કડી
ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે સ્થાનિક ATSની મદદ લીધી હતી. ચેન્નાઈની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આખરે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અશફાક અંસારી અને રાજેશ મુનિયા હોવાનું સામે આવ્યું છે. બંને સુરતના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.