android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadના અમરાઈવાડીમાં SMCના દરોડા: વરલી મટકા અને દેશી દારૂનો અડ્ડો ઝડપાયો

calendar_todayAugust 15, 2026

Ahmedabadના અમરાઈવાડીમાં SMCના દરોડા: વરલી મટકા અને દેશી દારૂનો અડ્ડો ઝડપાયો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં SMCની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી છે. અમરાઈવાડી સ્થિત શિવાનંદનગર ગેટ પાસે ચાલી રહેલા વરલી મટકાના જુગારધામ પર SMCએ સરપ્રાઈઝ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1,01,670 સહિત કૂલ રૂપિયા 2,43,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગાર રમતા અને રમાડતા કિરીટ પ્રજાપતિ સહિત 7 આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે, જ્યારે સચીન પ્રકાશસીંગ રાજપુત સહિત અન્ય 6 આરોપીઓ મળીને કૂલ 7 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન દેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો

વરલી મટકા પર પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ.36,180ની કિંમતનો 180.9 લીટર દેશી દારૂ તથા અન્ય સામગ્રી મળીને કૂલ રૂ.59,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂના આ કાળા કારોબારમાં સંકળાયેલા પ્રિયાંશુ કશ્યપ અને રવિ અગ્રવાલ નામના બે આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સચીન રાજપૂત સહિત અન્ય એક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુના નોંધાયા

SMCની આ કાર્યવાહી બાદ અમરાઈવાડી પોલીસ મથકે જુગાર અને દારૂના કાયદા હેઠળ બે અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. જુગારના કેસમાં કૂલ 14 આરોપીઓ સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMCની ટીમે પાડેલા આ સફળ દરોડાથી વિસ્તારના અસામાજિક તત્વો અને બૂટલેગરોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસનો દોર લંબાવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો