android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વિશ્વ કેન્સર દિવસ, United by Unique થીમ સાથે કેન્સર મુક્ત સમાજ તરફ ગુજરાતના મક્કમ ડગ

calendar_todayFebruary 3, 2026

Ahmedabad: વિશ્વ કેન્સર દિવસ, United by Unique થીમ સાથે કેન્સર મુક્ત સમાજ તરફ ગુજરાતના મક્કમ ડગ

દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કેન્સરના જોખમો વિશે જાગૃત કરવા અને વહેલી તપાસ દ્વારા જીવ બચાવવાનો છે. વર્ષ 2025 માં ભારતમાં 14 લાખથી વધુ કેન્સરના કેસ નોંધાયા છે, જે આ રોગની ગંભીરતા દર્શાવે છે.

વર્ષ 2026ની થીમ United by Unique

આ વર્ષની થીમ વ્યક્તિલક્ષી કેન્સર સંભાળ પર ભાર મૂકે છે. કેન્સર સામેની દરેક વ્યક્તિની લડાઈ અલગ હોય છે, તેથી દરેક દર્દીને સમાન, સંવેદનશીલ અને કરુણાસભર સારવાર મળે તે સુનિશ્ચિત કરવાનો આ થીમનો મુખ્ય હેતુ છે.

ગુજરાતમાં કેન્સર સ્ક્રીનિંગના આંકડા

રાજ્યમાં જીવનશૈલી અને આનુવંશિક પરિબળોને કારણે કેન્સરનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં મોટા પાયે સ્ક્રીનિંગ હાથ ધર્યું છે.3 કરોડથી વધુ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ.1.6 કરોડથી વધુ મહિલાઓની તપાસ.: 82 લાખથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ. ICMRના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં દર 9માંથી 1 પુરુષ અને દર 12માંથી 1 મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ રહેલું છે.

રાજ્ય સરકારની વિશેષ પહેલ અને સુવિધાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કેન્સર નિયંત્રણ માટે અનેક મોરચે લડી રહી છે. GCRI સાથે મળીને "Training of Trainers" કાર્યક્રમ હેઠળ 400 નિષ્ણાંતો દ્વારા 37,000 ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને તાલીમ આપવામાં આવી રહી છે. દર્દીઓને પોતાના જ જિલ્લામાં સારવાર મળે તે માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ડે-કેર સેન્ટરો શરૂ કરાયા છે.તમાકુ મુક્તિ, સંતુલિત આહાર અને રસીકરણ (Vaccination) પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: શાહપુરમાં પોલીસના દરોડા, 350 કિલો ગૌ-માંસ સાથે એક શખ્સ ઝડપાયો