android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સામાન્ય વરસાદે જ ખોલી કોર્પોરેશનની પોલ, આખા શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, Video

calendar_todaySeptember 14, 2026

Ahmedabad : સામાન્ય વરસાદે જ ખોલી કોર્પોરેશનની પોલ, આખા શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, Video

અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. થલતેજ વિસ્તારમાં મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના આંતરિક રસ્તાઓ સુધી પાણી ફરી વળતાં કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

મુખ્ય રસ્તાઓ પર પાણી, વાહનચાલકો પરેશાન

વરસાદ બાદ થલતેજ સહિત સમગ્ર અમદાવાદના મોટાભાગના વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર મુખ્ય રસ્તાઓ જ નહીં, પરંતુ સોસાયટીના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોની હાલાકી વધી હતી.

પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

દર વર્ષે ચોમાસા પહેલાં ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને અન્ય કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં આ કામગીરીની ગુણવત્તા અને અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે, તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ શું થશે તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

  


કોર્પોરેશન સાથે નાગરિકોની પણ જવાબદારી

સ્થાનિક શહેરીજનોએ જણાવ્યું હતું કે પાણી ભરાવા માટે માત્ર કોર્પોરેશનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. લોકો દ્વારા રસ્તાઓ અને ગટરોમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ન નાખવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ વધુ ઝડપથી થઈ શકે છે. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોર્પોરેશનની સાથે નાગરિકોની પણ છે.

પાણી ભરાવાની સમસ્યા કેમ યથાવત છે?

હવે સવાલ એ છે કે પ્રી-મોન્સૂન કામગીરી છતાં થલતેજ જેવા વિકસિત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કેમ યથાવત છે? કોર્પોરેશન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ક્યારે અસરકારક પગલાં ભરશે?  


આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’