android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AI ક્ષેત્રે ભારતનો શંખનાદ, PM  મોદી India AI Impact Summitનું કરશે ઉદ્ધાટન

calendar_todayFebruary 19, 2026

AI ક્ષેત્રે ભારતનો શંખનાદ, PM મોદી India AI Impact Summitનું કરશે ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 60 દેશોના પ્રતિનિધિઓ અને 10 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના સ્થાપકો અને સીઈઓ સાથે ભાગ લેશે.

વૈશ્વિક દિગ્ગજોનો જમાવડો

આ સમિટ માત્ર રાજકીય નેતાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજી જગતના દિગ્ગજો પણ એક મંચ પર આવ્યા છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ગૂગલના સુંદર પિચાઈ અને ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન સહિત 100 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના સ્થાપકો અને સીઈઓ આ સમિટમાં સહભાગી થયા છે. 600 થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ અહીં વિશ્વના ડિજિટલ રોડમેપ બનાવવા માટે એકઠા થયા છે.

સમિટનું શિડ્યુલ અને ખાસિયતો

પીએમ મોદીએ સવારે 9:40 વાગ્યે સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ આર્થિક અને સામાજિક બદલાવ પર સંબોધન કરશે. વડાપ્રધાને અન્ય નેતાઓ સાથે 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો'ની મુલાકાત પણ લીધી હતી. બપોરના સત્રમાં તેઓ વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો સાથે એક જ ટેબલ પર બેસીને ભારતમાં એઆઈ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી અને મોટા રોકાણો અંગે ચર્ચા કરશે.

પીએમ મોદીનું વિઝન બધાના કલ્યાણ માટે, બધાના સુખ માટે

આ વર્ષની સમિટની થીમ "બધાના કલ્યાણ માટે, બધાના સુખ માટે" રાખવામાં આવી છે. પીએમ મોદીએ એઆઈ વિશે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું કે, AI આ સદીમાં માનવતા માટે નવો કોડ લખી રહ્યું છે. તે માત્ર અર્થવ્યવસ્થા કે સુરક્ષાને જ નહીં, પણ સમગ્ર સમાજને નવો આકાર આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે એઆઈનો વિકાસ અભૂતપૂર્વ ગતિએ થઈ રહ્યો છે, ત્યારે તેના જોખમોને સંબોધવા અને તેના સમાન વિતરણ માટે વૈશ્વિક સામૂહિક પ્રયાસો જરૂરી છે.

ગ્લોબલ સાઉથ પર ભાર

વડાપ્રધાને ખાસ કરીને 'ગ્લોબલ સાઉથ' વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટેકનોલોજીની પહોંચ માત્ર અમુક દેશો પૂરતી સીમિત ન રહેતા, તે ગરીબ દેશો સુધી પણ પહોંચવી જોઈએ જ્યાં ડેટા, પ્રતિભા અને નાણાકીય સંસાધનોનો સૌથી મોટો તફાવત છે. ભારત આ સમિટ દ્વારા વિશ્વને સંદેશ આપી રહ્યું છે કે AI એ માત્ર હરીફાઈનું સાધન નથી, પણ વિશ્વના ભલા માટેનું એક માધ્યમ છે.

આ પણ વાંચોઃ Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું જંગી રોકાણ, AI હબ બનાવવાની તૈયારીઓ થઈ શરૂ