calendar_todayJanuary 28, 2026
Ajit Pawar Plane Crash : નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાના સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો, જુઓ Video
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજીત પવારનું પ્લેન ક્રેશ દુઘર્ટનામાં નિધન થયું. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર બારામતી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. આજે બુધવારના દિવસે વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સ્પેશિયલ જેટ પ્લેનમાં બારામતી નીકળ્યા હતા. સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ પ્લેન લેન્ડિંગ કરવા જતું હતું ત્યાં અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું. બારામતી જઈ રહેલ અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં મોત નિપજયું. આ સમાચાર સામે આવતા મહારાષ્ટ્ર જ નહીં દેશમાં શોકની લહેર છવાઈ. હાલમાં અજીત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચોંકવાનારા દ્રશ્યો સામે આવ્યા છે.
પ્લેન ક્રેશ થયાના સીસીટીવી દ્રશ્યો
અજીત પવારનું પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો બતાવે છે કે પ્લેન લેન્ડિંગ કરવા જતું હતું ત્યારે અચાનક નીચે પટકાયું અને દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાથી ફક્ત મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણ પણ મોટી ઉથલપાથલ મચાવી છે. આગામી સમયમાં દેશમાં થતી ચૂંટણી પર અસર થઈ શકે છે. અજીત પવારના પ્લેન ક્રેશ ઘટનાની તપાસ થશે. આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં 3 દિવસનો શોક જાહેર કર્યો.
અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન
મહારાષ્ટ્રના કદાવર નેતા ગણાતા અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. જયાંથી રાજકીય સફરની શરૂઆત કરી હતી તે બારામતી પાસે જ અજીત પવારનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ પ્લેનમાં અજીત પવાર સિહત સવાર તમામ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું. પ્લેનમાં બે પાયલટ સાથે અન્ય મુસાફરો પણ સવાર હતા. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજિત પવારનું અવસાન થયું છે.
બારામતી અજીત પવારનો લોકપ્રિય મત વિસ્તાર
મહારાષ્ટ્ર વિધાનસભાની તેમની પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધી તેમણે બારામતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. NCP નેતા અજીત પવારે કાકા શરદ પવાર સાથે રાજકીય કારર્કિદીના શ્રીગણેશ કર્યા હતા. તેઓ સતત 8 વખત બારામતી બેઠક પરથી વિજેતા બન્યા હતા. અજીત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. સરકાર ભલે અલગ હોય પરંતુ અજીત પવાર 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પવારનો સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે જીત મેળવી હતી, જે તેમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ હતી.
આ પણ વાંચો : Baramati plane crash : અજિત પવાર અને બારામતી વચ્ચે ત્રણ દાયકા જૂનો સંબંધ, જાણો