android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji: વિશ્વ શાંતિ અર્થે 51 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

calendar_todayMarch 1, 2026

Ambaji: વિશ્વ શાંતિ અર્થે 51 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

યાત્રાધામ અંબાજીની પવિત્ર ધરા પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 51 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. 26મી ફેબ્રુઆરીથી તા. 1લી માર્ચ દરમિયાન યોજાયેલામહોત્સવમાં હજારો શ્રાદ્ધાળુઓએ ઉમટી પડી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. ગાયત્રી પરિવારે વર્ષ 2026ને સાધના અને ઋણસ્વીકારના પર્વ તરીકે ઉજવતા અંબાજીના વાતાવરણને ગાયત્રી મંત્રના નાદથી ગુંજતું કરી દિવ્ય ભક્તિમય માહોલ સર્જ્યો હતો. આ મહાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન વૈશ્વિક અશાંતિ અને ખાસ કરીને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વિષમ પરિસ્થિતિઓમાં ફ્સાયેલા નિર્દોષ લોકો તેમજ ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવાનો રહ્યો હતો. યુદ્ધના મેદાનમાં માનવતાની રક્ષા થાય અને ફ્સાયેલા લોકો હેમખેમ પરત ફરે તે હેતુથી યજ્ઞમાં વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો