calendar_todayFebruary 21, 2026
Ambaji News: ગબ્બર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જવા માટેની રોપ-વે સેવા આગામી 23 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી માટે આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે રોપ-વેનું વાર્ષિક મેન્ટેનન્સ કરવું અનિવાર્ય હોય છે.
મેન્ટનન્સ અને ટેકનિકલ ચકાસણીને પગલે નિર્ણય
રોપ-વેના મશીનરી, વાયર અને અન્ય ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય. જે શ્રદ્ધાળુઓ આ 6 દિવસ દરમિયાન અંબાજી આવવાના હોય, તેઓએ ગબ્બર પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે પગથિયાં ચઢીને જવું પડશે.
1 માર્ચથી રોપ-વે સેવા રાબેતા મુજબ ફરી શરૂ થશે
મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, 1 માર્ચ, 2026 થી રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. યાત્રિકોની સલામતી માટે લેવાયેલા આ નિર્ણયને સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો