android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Americaના ન્યૂયોર્કમાં ભારતીય યુવકની ગોળી મારી કરાઈ હત્યા

calendar_todayAugust 23, 2026

Americaના ન્યૂયોર્કમાં ભારતીય યુવકની ગોળી મારી કરાઈ હત્યા

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પંજાબના કપુરથલા જિલ્લાના 28 વર્ષીય ગુરદીપ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગુરદીપ ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરીનું કામ કરતો હતો અને ઘટનાના સમયે પણ પિઝા પહોંચાડવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા હથિયારધારીએ તેના પર ગોળીબાર કર્યો હતો.

13 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો યુવક 

પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, ગુરદીપ આશરે 13 વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. વિદેશ જવા માટે તેણે ભારે દેવું લીધું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને સારું ભવિષ્ય બનાવવાના હેતુથી તે અમેરિકા ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, ત્યાં પહોંચ્યા બાદ પણ તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને દિવસ-રાત મહેનત કરી. મળતી માહિતી મુજબ, ન્યૂયોર્કના ઈસ્ટ ન્યૂયોર્ક વિસ્તારમાં સ્ટેનલી એવન્યુ નજીક શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે ઘટના બની હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપના છાતીમાં ગોળી વાગેલી હતી. ઈમરજન્સી મેડિકલ ટીમે તેને હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

પોલીસે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરી નથી

અહેવાલો અનુસાર, નજીકના CCTV કેમેરામાં ઘટનાથી પહેલાં બે લોકો વચ્ચે ઝઘડો થતો દેખાય છે. ત્યારબાદ ગોળીબારી જેવી ચમક દેખાય છે અને એક વ્યક્તિ જમીન પર પડી જાય છે. બીજો વ્યક્તિ કારમાં બેસીને ફરાર થઈ જાય છે. પોલીસે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરી નથી અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. ગુરદીપના મૃત્યુથી કપુરથલાના જાબ્બોવાલ ગામમાં તેનો પરિવાર આઘાતમાં છે. પરિવારજનોએ ભારત અને પંજાબ સરકારને ગુરદીપનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવા મદદ કરવાની અપીલ કરી છે. સાથે જ અમેરિકી અધિકારીઓને આરોપીની ઝડપી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો : Strait of Hormuz અમેરિકાનો નવો પ્રદેશ... ટ્ર્મ્પે શેર કર્યો નક્શો, મધ્ય પૂર્વમાં વધી હલચલ