android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amit Shah: ‘એ નિવેદન ક્યારેય નહીં ભૂલું’, રાજીવ ગાંધીની વાત ટાંકી કોંગ્રેસ પર પ્રહાર!

calendar_todayNovember 1, 2026

Amit Shah: ‘એ નિવેદન ક્યારેય નહીં ભૂલું’, રાજીવ ગાંધીની વાત ટાંકી કોંગ્રેસ પર પ્રહાર!

1984ના શીખ વિરોધી રમખાણોની વરસી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાજીવ ગાંધીના જૂના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે કોંગ્રેસને ઘેરી હતી.

અમિત શાહે 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કર્યો 

અમિત શાહે 1984માં દિલ્હીમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હજારો શીખોની હત્યા કરવામાં આવી હતી. અનેક પરિવારો ઉજડી ગયા હતા. તેમણે રાજીવ ગાંધીના ‘જ્યારે મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી ધ્રૂજે છે’ નિવેદનને યાદ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

રાહુલ ગાંધીની રેલી પર સવાલ, પીડિતોના ઘા પર મીઠું ભભરાવ્યાનો આરોપ

અમિત શાહે દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા આયોજિત રેલીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ 1984ના રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે તેમને લાગ્યું હતું કે રાહુલ ગાંધી નાની ઉંમરના હોવાથી કદાચ આ તારીખનો ઇતિહાસ જાણતા નહીં હોય.

મોદી સરકારે 1984નાં રમખાણોના કેસ ફરી ખોલાવ્યા

અમિત શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને અપીલ કરી હતી કે 1, 2 કે 3 નવેમ્બરે રેલીનું આયોજન ન કરે. કારણ કે આ એ જ દિવસો છે, જ્યારે શીખ વિરોધી રમખાણો થયાં હતાં. આવા સમયે રેલી યોજવાથી શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. જોકે, તેમનો આરોપ છે કે આ અપીલ છતાં કોંગ્રેસે રેલી યોજવાનો નિર્ણય કર્યો.

અમિત શાહે વધુમાં કહ્યું કે મોદી સરકારે 1984નાં શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા કેસોની ફરી તપાસ કરાવી હતી. રમખાણોના પીડિતોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું અને હિંસામાં સામેલ કોંગ્રેસના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા.

ચંડીગઢ મહાન શીખ ગુરુઓની પવિત્ર કર્મભૂમિ

અમિત શાહે કહ્યું કે ચંડીગઢ મહાન શીખ ગુરુઓની પવિત્ર કર્મભૂમિ રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક ધરતી પર 250 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીની રેલી અંગે અમિત શાહે કહ્યું કે તેઓ આ નિર્ણયની આકરી નિંદા કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને પંજાબ 1984ની એ ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d