android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amit Shah in Kolkata: દીદીને તેમના ઘરમાં જ શુભેન્દુ દાએ હરાવ્યા, કોલકાતામાં બોલ્યા અમિત શાહ

calendar_todayMay 8, 2026

Amit Shah in Kolkata: દીદીને તેમના ઘરમાં જ શુભેન્દુ દાએ હરાવ્યા, કોલકાતામાં બોલ્યા અમિત શાહ

શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે બંગાળની જનતાને કોટી કોટી ધન્યવાદ આપવા માગુ છું. તેમણે કહ્યું કે બીજેપી અને મોદી પર ભરોસો કરીને પ્રચંડ વિજય આપ્યો છે તેના માટે ધન્યવાદ. પાર્ટી તરફથી કહેવા માગુ છું કે બંગાળની જનતાએ જે અપેક્ષા રાખી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. સોનાર બાંગ્લાનો લક્ષ્ય લઇને ચાલીએ અને બંગાળની જનતાનો લક્ષ્ય પૂર્ણ કરીએ.   


પ્રચંડ જનસમર્થન બદલ આભાર- અમિત શાહ 

અમિત શાહે કહ્યું કે આ વખતે જે જનસમર્થન મળ્યુ છે તેનો આભાર વ્યક્ત કરવા ભાજપના કાર્યકર તરીકે મારી પાસે શબ્દ નથી. મે આવો પ્રચંડ જનાદેશ જોયો નથી. પરંતુ જ્યાં પાર્ટી ઓપોઝિશનમાં છે ત્યાં 9 જિલ્લામાં એક પણ સીટ સત્તાધારી દળને મળી નથી.. 9 જિલ્લામાં દીદીની એક પણ બેઠક મળી નથી. બીજેપી ધારાસભ્યોની જીત સરેરાશ 28000 મતોથી થઇ છે. આઝાદી પછી સૌથી વધારે મતદાન થયુ છે. 93 ટકા મતદાન થયું છે. ચૂંટણી વખતે જ્યાં લાશોના ઢગલા થતા ત્યાં આ વખતે એક પણ મૃત્યુવગર બંને તબક્કામાં ચૂંટણી થઇ.

પાંચ દાયકાના શાસન પર હુમલો

અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દાયકામાં બંગાળમાં કાયદો અને વ્યવસ્થા, લોકશાહી અને અર્થતંત્રના ક્ષેત્રોમાં નકારાત્મક રાજકારણનો યુગ જોવા મળ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે ભાજપની જવાબદારી છે કે તેઓ વડાપ્રધાન મોદી દ્વારા બંગાળના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરે.

તેમણે ઉમેર્યું હતું કે ભાજપ બંગાળની સંસ્કૃતિ અને પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે કામ કરશે, અને રાજ્યને રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કલ્પના કરાયેલ બંગાળમાં રૂપાંતરિત કરવાની દિશામાં આગળ વધશે.

શ્યામપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર

અમિત શાહે ટિપ્પણી કરી હતી કે આ વિજય વૈચારિક દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે નોંધ્યું હતું કે 1950 માં શરૂ થયેલી વૈચારિક યાત્રા આખરે આજે બંગાળ પહોંચી છે. શ્યામાપ્રસાદ મુખર્જીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેમના જન્મસ્થળ - બંગાળમાં તેમની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી દ્વારા સરકારની રચના એક ઐતિહાસિક ક્ષણ છે.


આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !