android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amit Shah in Loksabha: વસ્તી ગણતરી અંગે પણ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે : અમિત શાહ

calendar_todayApril 16, 2026

Amit Shah in Loksabha: વસ્તી ગણતરી અંગે પણ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પરિસીમન સંબંધિત બિલ પર સંબોધન કરતા જણાવ્યું કે આ બિલ અંગે દેશમાં અનેક પ્રકારની ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિસીમન પ્રક્રિયાથી કોઈપણ રાજ્યને નુકસાન નહીં થાય અને સમગ્ર દેશના લોકતંત્રને વધુ મજબૂતી મળશે.

રાજ્યો વચ્ચે સંતુલન વધુ સારું બનશે

અમિત શાહે કહ્યું કે આ બિલથી દક્ષિણના રાજ્યોને નુકસાન થશે એવી ધારણા ખોટી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે સંસદમાં દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ વધશે અને રાજ્યો વચ્ચે સંતુલન વધુ સારું બનશે. તેમના મુજબ, તેલંગાણાની લોકસભા સીટો વધીને 26 થશે, જ્યારે કેરળની સીટો વધીને 30 થશે. તેમણે વધુમાં કહ્યું કે કર્ણાટકમાં સીટોની સંખ્યામાં ઘટાડો નહીં થાય, અને સમગ્ર દક્ષિણ ભારતમાં લોકસભા સીટો 129થી વધીને 195 સુધી પહોંચી શકે છે. આ સાથે તેમણે દાવો કર્યો કે આ ફેરફારથી દક્ષિણ ભારતની રાજકીય શક્તિ વધુ મજબૂત બનશે.

ઘરોની ગણતરીની પ્રક્રિયા ચાલી રહી

ગૃહમંત્રીએ માહિતી આપી કે સરકારે જાતિ જનગણના કરવાનો નિર્ણય પણ લીધો છે અને હાલમાં ઘરોની ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા દેશની સામાજિક રચનાને વધુ સ્પષ્ટ સમજવામાં મદદ કરશે. તેમણે તમિલનાડુનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ત્યાં લોકસભા સીટો 59 સુધી પહોંચી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે 850 સીટોના આંકડા અંગે જે ચર્ચા થઈ રહી છે તે અંગે તેઓ વિગતવાર સમજ આપશે. અંતમાં અમિત શાહે કહ્યું કે દેશના 130 કરોડ લોકોના જનમતને કોઈ પણ રીતે “મેન્યુપ્યુલેટ” કરી શકશે નહીં અને સરકાર લોકતંત્રને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો :Delhi : એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ અને અકાસા એરના વિંગ્સ અથડાયા