calendar_todayJanuary 27, 2026
Amreli: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, ઘઉં અને ચોખાના 42 કટ્ટા જપ્ત
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરતા સસ્તા અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના કેવડાપરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી અનધિકૃત રીતે રાખવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે.
સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ
સાવરકુંડલા પુરવઠા વિભાગની આ રેડ દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાના કટ્ટા મળી આવ્યા હતા. વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, 2 વજનકાંટા સહિત અંદાજે ₹1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે.
કડક તપાસના આદેશ
સસ્તું અનાજ ગરીબો માટે હોય છે, પરંતુ તેનો આ રીતે કાળાબજારમાં જથ્થો મળતા પુરવઠા વિભાગે ગંભીર નોંધ લીધી છે. સાવરકુંડલા પુરવઠા વિભાગે આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પુરવઠા વિભાગને લેખિત જાણ કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગોધરામાં શંકર લોજ મારામારી કેસ, પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓની 4 વર્ષની સજા યથાવત