android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli News: રાજુલા ગેંગરેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 4 નરાધમોને 20 વર્ષની જેલ

calendar_todayFebruary 28, 2026

Amreli News: રાજુલા ગેંગરેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 4 નરાધમોને 20 વર્ષની જેલ

અમરેલી મહિલા સુરક્ષા અને સગીરાઓ પર થતા અત્યાચાર મામલે અમરેલીની રાજુલા સેશન્સ કોર્ટ દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. રાજુલા તાલુકાના માંડળ ગામની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 4 વર્ષ કર્યું શોષણ

આ કેસની વિગતો મુજબ, નરાધમોએ સગીરાનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સતત ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. સગીરા ડરના માર્યા મૌન રહી હતી, પરંતુ આખરે વર્ષ 2022માં તેણે હિંમત એકઠી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોક્સો કોર્ટનો કડક આદેશ

રાજુલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પેશિયલ પોક્સો કોર્ટ) દ્વારા આ કેસમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચારેય આરોપીઓને તકસીરવાન ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે, આવા ગુનાઓ સમાજ માટે કલંક સમાન છે. સજાની સાથે સાથે કોર્ટે પીડિતાના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે પંથકમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે, અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Amreli: રાજુલા નજીક હિટ એન્ડ રન, ભાવનગર-સોમનાથ હાઇવે પર અજાણ્યા વાહને યુવાનને કચડ્યો