android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા

calendar_todaySeptember 10, 2026

Amreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયા

અમરેલી શહેરમાં આવેલી મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ દ્વારા તાજેતરમાં એક સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. આ તપાસ બાદ લેબનો રિપોર્ટ પોઝિટિવ (સાંકળો) આપવાના બદલામાં અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. 21,000 ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે અમરેલી લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

સર્કિટ હાઉસના રૂમ નંબર 11માં ગોઠવાયું છટકું

ફરિયાદના આધારે અમરેલી ACBની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર 11 માં આયોજિત ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ ACB ની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

Amreli News: Amreli ACB Trap: Two GERI Officers Caught Red-Handed Taking Bribe

વડોદરા GERI ના બે અધિકારીઓ સામે કાર્યવાહી

પકડાયેલા આરોપીઓમાં વડોદરા GERIના સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર) આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડીયા (આરોપી નં. 1) અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જીગરભાઈ કલસીંગભાઈ ભુટિયા (આરોપી નં. 2) નો સમાવેશ થાય છે. ટ્રેપ દરમિયાન આરોપી નં. 1 ના કબજામાંથી રૂ. 15,000 અને આરોપી નં. 2 ના કબજામાંથી રૂ. 6,000 ની લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી.

ACB ની સંયુક્ત ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

આ સફળ કામગીરી અમરેલી ACB ના ઇન્ચાર્જ PI ટી. એસ. રીઝવી તથા અમરેલી અને ભાવનગર ACBના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. બંને ભ્રષ્ટ અધિકારીઓને અટકાયતમાં લઈને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Amreli News:સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર