android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli News: જાફરાબાદ દરિયાકાંઠે SMCનો મોટો દરોડો, દમણથી બોટ મારફતે લવાયેલો રૂ.33 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayMay 10, 2026

Amreli News: જાફરાબાદ દરિયાકાંઠે SMCનો મોટો દરોડો, દમણથી બોટ મારફતે લવાયેલો રૂ.33 લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી દરિયાઈ માર્ગે બોટ મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો જાફરાબાદ લાવવામાં આવી રહ્યો છે. દમણથી અંદાજે 90 નોટિકલ માઇલ દૂર જાફરાબાદના સામાકાંઠે જ્યારે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે ત્રાટકીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે.

33.89 લાખનો મુદ્દામાલ અને 6,800થી વધુ બોટલો જપ્ત

SMCની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 6,859 બોટલો કબજે કરી છે, જેની કિંમત અંદાજે 22,75,480 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાતા 6 વાહનો સહિત કુલ 33,89,380 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દરિયાકાંઠે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

4 આરોપીની ધરપકડ, 11 શખ્સો ફરાર

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 11 જેટલા આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો