android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amrit Bharat Trainનો સેમ્પલ કોચ તૈયાર, ટ્રેનમાં બેસનારને વર્લ્ડ ક્લાસ અનુભવ થશે

calendar_todayApril 5, 2026

Amrit Bharat Trainનો સેમ્પલ કોચ તૈયાર, ટ્રેનમાં બેસનારને વર્લ્ડ ક્લાસ અનુભવ થશે

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમૃત ભારત ટ્રેનના સેમ્પલ કોચનું તાજેતરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણ દરમિયાન મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા મળે તેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. રેલવે વિભાગ દ્વારા ટ્રેનના કોચમાં આધુનિક ટેક્નોલોજી અને ડિઝાઈનનો ઉપયોગ કરીને તેને વર્લ્ડ ક્લાસ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


મુસાફરોને મુસાફરી દરમિયાન આરામદાયક અને આકર્ષક વાતાવરણ મળશે

ટ્રેનના ઈન્ટિરિયર અને કલર સ્કીમને આધુનિક લુક આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કો-ઓર્ડિનેટેડ કલર થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોને મુસાફરી દરમિયાન આરામદાયક અને આકર્ષક વાતાવરણ મળશે. કોચની અંદર બેઠકો, લાઈટિંગ અને અન્ય સુવિધાઓને પણ આધુનિક માપદંડો મુજબ ડિઝાઈન કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં ઉપયોગમાં લેવાયેલ મટિરિયલ HL3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબનું છે, જે આગ જેવી આપત્તિમાં વધુ સુરક્ષા પૂરી પાડે છે.

મટિરિયલ HL3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબના

આ ઉપરાંત કોચની ડિઝાઈનમાં પણ સલામતીના તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને સૂચનાઓ આપી કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા પ્રાથમિકતા રહેવી જોઈએ. અમૃત ભારત ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોને આરામદાયક, સુરક્ષિત અને આધુનિક અનુભવ મળે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવે માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે દેશના મુસાફરોને ઉચ્ચ સ્તરની સેવા અને સુવિધાઓ પ્રદાન કરશે.

આ પણ વાંચો : Kerala Assembly Election 2026: અમિત શાહનુ કોઝિકોડમાં શક્તિ પ્રદર્શન, જનતાએ ઉષ્માભર્યુ કર્યુ સ્વાગત