android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand : ભાઈકાકા યુનિ.માં 23 મી ભારતીય ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી કોન્ફરન્સ

calendar_todayNovember 2, 2026

Anand : ભાઈકાકા યુનિ.માં 23 મી ભારતીય ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી કોન્ફરન્સ

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ સાથે સંલગ્ન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ દ્વારા ઇન્ડિયન કોંગ્રેસ ઑફ્ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર 23મી ભારતીય ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી કોંગ્રેસનું આયોજન 29થી 31 ઑક્ટોબર દરમિયાન આણંદની મધુબન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે કરવામાં આવ્યું હતું. 30 ઓક્ટોબરના રોજ યોજાયેલ ઉદઘાટન સમારોહમાં આણંદના પોલીસ અધિક્ષક શ્રી જી. જી. જસાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં દેશની 87 તબીબી સંસ્થાઓના આશરે 200 જેટલા તબીબો, નિષ્ણાતો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુ.કે., દક્ષિણ કોરિયા, દક્ષિણ આફરિકા અને જાપાનના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે. ઉદઘાટન સમારંભમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસીએ જણાવ્યું હતું કે, ક્ષ્આ પરિષદ શૈક્ષણિક આદાનપ્રદાન, પરસ્પર સહયોગ, વિચારો અને અનુભવોની વહેંચણી તેમજ ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના ક્ષેત્રમાં સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે વ્યવહારુ કૌશલ્યને વધુ મજબૂત બનાવવાનું ઉત્તમ માધ્યમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો