calendar_todayApril 29, 2026
Anand: આણંદ તાલુકા પંચાયતમાં કેસરિયો, 25 બેઠક જીતી
આણંદ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જાળવી રાખતા કુલ 30 બેઠકોમાંથી 25 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી છે, જેમાં ત્રણ બેઠકો તો બિનહરીફ્ જાહેર થઈ હતી. બીજી તરફ્, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગયું છે, જ્યારે વડોદ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપે ઓબીસી, એસટી અને એસસી અનામત બેઠકો સહિત સામાન્ય બેઠકો પર પણ મજબૂત પકડ દર્શાવી વિજયકૂચ જારી રાખી છે, જેનાથી તાલુકાના રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે. વિજેતા ઉમેદવારોની વિગતવાર માહિતી જોઈએ તો, ભાજપ તરફ્થી અડાસ-2 માં રમીલાબેન પરમાર, બેડવામાં ભરતભાઇ ડાભી, ચિખોદરા-1 માં કમલેશકુમાર વસાવા (બિનહરીફ્), ચિખોદરા-2 માં જનકબેન પરમાર (બિનહરીફ્), ગાનામાં આરતીબેન સોલંકી, હાડગુડ-2 માં રંજનબેન પરમાર, કાસોરમાં દમયંતીબેન પરમાર, ખંભોળજમાં ગોવિંદભાઇ સોલંકી, કુંજરાવમાં અશોકભાઈ ઠાકોર, મોગરમાં વિજયભાઈ પરમાર અને નાપાડ વાંટા-1 માં અફ્સાનાબાનુ રાઠોડ (બિનહરીફ્) વિજેતા થયા છે. આ ઉપરાંત ભાજપના જલ્પાબેન પટેલ (નાપાડ વાંટા-2), ચાંદનીબેન પટેલ (નાવલી), વિશાલકુમાર પરમાર (રાસનોલ), અર્જુનભાઇ પરમાર (સામરખા-1), મહેશકુમાર પરમાર (સામરખા-2), વિનોદભાઇ પટેલ (સામરખા-3), જીજ્ઞેશકુમાર પટેલ (સંદેશર), મંજુલાબેન રોહિત (સારસા-1), કમલેશકુમાર મહિડા (સારસા-2), જયોત્સનાબેન ઝાલા (ત્રણોલ), હેતલબેન રાવલજી (વહેરાખાડી), પિનલબેન ચૌહાણ (વલાસણ), કુશાંગીબેન પટેલ (વાસદ-1) અને વીણાબેન ભટ્ટ (વાસદ-2) પણ વિજયી બન્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો