calendar_todayJanuary 17, 2026
Anand : ઓપરેશન મ્યુલ હન્ટમાં બોરસદ પોલીસને મોટી સફળતા, 7 કરોડથી વધુના 4 સાયબર ફ્રોડનો પર્દાફાશ
આણંદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ બોરસદ પોલીસને મોટી સફળતા મળી છે. ઓપરેશન અંતર્ગત રાજકોટમાંથી શૈલેષ અમરશીભાઈ લૂણગરીયાની બોરસદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતો
પોલીસ તપામાં બહાર આવ્યું હતું કે આરોપી શૈલેષ લૂણગરીયા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતો હતો. પોલીસે જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન આરોપી સાથેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ચાર સાયબર ફ્રોડ ગુનાઓનો ખુલાસો થયો
પોલીસની તપાસમાં રાજ્યના મહારાષ્ટ્ર, આસામ અને વેસ્ટ બંગાલમાં નોંધાયેલા ચાર સાયબર ફ્રોડ ગુનાઓનો ખુલાસો થયો છે જેની કુલ ફ્રોડ રકમ 7 કરોડ 66 લાખ 568 રૂપિયા જણાઈ છે.
મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસના તમામ ચક્રોને ગતિમાન કર્યા
બોરસદ પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસના તમામ ચક્રોને ગતિમાન કર્યા છે. આ કામગીરીથી દેશભરના સાયબર ફ્રોડ મામલાઓ માટે મહત્વપૂર્ણ માહિતી મળી છે.
આ પણ વાંચો----- Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર