android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand News:  મુખ્ય ચૂંટણી અધિકારીએ પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી, EVM મશીનનું ચેકિંગ કર્યું

calendar_todayMarch 27, 2026

Anand News: મુખ્ય ચૂંટણી અધિકારીએ પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી, EVM મશીનનું ચેકિંગ કર્યું

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ 111 - ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું ગેજેટ નોટિફિકેશન તારીખ 30 મી માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને મતદાન તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને ચૂંટણી પંચના નિયમો મુજબ મામલતદાર કચેરી ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે થી 24 કલાકમાં જ રાજકીય પક્ષ દ્વારા માંગવામાં આવતી વિવિધ પ્રકારની મંજૂરીઓ એટલે કે સભા, સરઘસ, રેલીઓ તેમજ વાહનો અંગેની પરવાનગી એક જ જગ્યાએથી મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા

સિંગલ વિન્ડો સિસ્ટમ મામલતદાર કચેરી ઉમરેઠનો સંપર્ક નંબર 0269277900 છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે આવતી અરજીઓને 24 કલાકમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 01 અરજી આવી હતી જેને મંજૂરી આપીને નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાંથી ચૂંટણીલક્ષી જરૂરી મંજૂરીઓ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.

EVM મશીનનું ચેકિંગ કર્યું

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાંગલએ આજે આણંદ ખાતે 111-ઉમરેઠ પેટા ચુંટણીને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંગેની તૈયારીઓથી સંદીપ સાંગલે ને વાકેફ કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ઇવીએમ મશીનના પ્રથમ તબક્કાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે ની વિગતોથી સંદીપ સાંગલેને વાકેફ કર્યા હતા.

આ પણ વાંચોઃ Gir Somnath News: સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાશે, નવા લોગોમાં ભગવાન શિવના ત્રિશૂળને અપાયું સ્થાન