calendar_todayApril 9, 2026
Anand: SP યુનિવર્સિટીના લાફાકાંડમાં વધુ એક તપાસ કમિટીની રચના
સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના મહિલા હેડે 18 માર્ચના રોજ ચાલુ અભ્યાસના ક્લાસ દરમિયાન આસિ.પ્રોફેસર ડૉ.મનિષ સોલંકી સાથે જીભાજોડી કરીને તમાચો મારી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા અનુસ્નાતક વિભાગમાં જ બનેલી ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો હતો. જેથી કુલપતિએ ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીની નિર્મણુંક કરી હતી. ત્યારે પ્રથમ દર્શનિય મહિલા એચઓડીની ગંભીર ભુલ હોવાનું ફલીત થતા યુનિવર્સિટીએ તત્કાલિન તેઓને હોદ્દા ઉપરથી દુર કર્યા હતા. જો કે વ્યથીત થયેલા અધ્યાપકે ન્યાય માટે યુનિવર્સિટી અને પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે યુનિવર્સિટીએ ગતરોજ ડૉ.સોલંકીની રજુઆતને પગલે યુનિવર્સિટીના પ્રવર્તમાન સ્ટેચ્યુટ અને નિયમોને આધિન તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે ઘટના બાદ તત્કાલિન એચઓડી ડૉ.પારૂલ પોપટે અધ્યાપક સામે પણ કેટલાક આક્ષેપો સાથે ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે. વિદ્યાના ધામ વલ્લભવિદ્યાનગરમાં લોહપુરૂષ સરદાર પટેલના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં થોડા સમય પૂર્વે બનેલી લાફાકાંડની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના સ્થાને વિવાદ સર્જાય તે મુદ્દે શિક્ષણ જગતમાં પણ ચિંતા જન્માવી છે. વિદ્યાર્થીઓની હાજરીમાં બનેલી ઘટનાથી હતપ્રત થયેલા છાત્રોએ કુલપતિ પાસે ઘસી જઇ રજુઆત કરી હતી. આસિ.પ્રોફેસરે 24 માર્ચના રોજ યુનિવર્સિટીમાં વિસ્તૃત ઘટનાચક્ર રજુ કરી ન્યાયની માંગ કરી અને શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા મામલો વધુ ગરમાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો