calendar_todaySeptember 18, 2026
Ankleshwar: શ્રીજીની માટીની મૂર્તિ પર લાકડાના ભૂસાનું અદ્ભુત કોટિંગ કરાયું
અંકલેશ્વરની જૂની શાકમાર્કેટ નજીક દગા ફ્ળિયામાં ઇકોફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.માટીની મૂર્તિને લાકડાનું ભુસુ લગાવવામાં આવ્યું અને લાકડાની છાલનો ઉપયોગ કરી શિવજીની મૂર્તિ શ્રીજી સાથે સ્થાપિત કરવામાં આવી છે
પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના રક્ષણ માટે ગણેશ ઉત્સવમાં શુદ્ધ માટી અને કુદરતી રંગોથી બનેલી ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી એ ખૂબ જ સારો અને આવકારદાયક નિર્ણય છે ત્યારે અંકલેશ્વરના જૂની શાકમાર્કેટ નજીક આવેલા દગા ફ્ળિયામાંથી ભક્તિ અને પર્યાવરણ પ્રેમને જોડતો એક અદભુત પ્રસંગ સામે આવ્યો છે. દગા ફ્ળિયાના યુવકોએ સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીને સમાજને એક સંદેશ આપ્યો છે.અહીં સ્થાપિત કરાયેલી મૂર્તિ માત્ર માટીની જ નથી, પરંતુ તેના પર અદભુત કલાત્મક પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્રીજીની માટીની મૂર્તિ પર લાકડાના ભૂસાનું કોટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, કુદરતી દેખાવ આપવા માટે લાકડાની અસલી છાલનો ઉપયોગ કરીને ભગવાન શિવની ભવ્ય પ્રતિમા પણ શ્રીજીની સાથે જ સ્થાપિત કરવામાં આવી છે. દગા ફ્ળિયાના ગણેશ મંડળ અને રહીશોએ માત્ર ભક્તિ જ નહીં, પણ પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો