android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleshwar: ઈશ્વરસિંહ પટેલ સતત 11મી વખત પંડવાઈ શુગરના ચેરમેન બન્યાં

calendar_todaySeptember 14, 2026

Ankleshwar: ઈશ્વરસિંહ પટેલ સતત 11મી વખત પંડવાઈ શુગરના ચેરમેન બન્યાં

અંકલેશ્વર : હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અનિલ પટેલની બિનહરીફ્ વરણી થઈ છે. સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યા બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. તમામ 16 બેઠકો પર સહકાર પેનલનો વિજય થયો હતો પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો. પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવી સત્તા જાળવી રાખી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી રવિરાજ જાડેજાની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી.

અનિલ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ્ વરણી ચેરમેન પદે ઈશ્વરસિંહ પટેલની વરણી સાથે અનિલ પટેલને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હોદ્દેદારોની પસંદગી બાદ નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચેરમેન તરીકે વરણી થયા બાદ ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના ડિરેક્ટરોએ પાંડુકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પૂજન-અર્ચન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો