calendar_todayMarch 29, 2026
Ankleshwar: રૂા. 3.41 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અંકલેશ્વરઃ અંકલેશ્વરના જીતાલી ગામે રૂા. 3.41 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ વિધાનસભાના અંકલેશ્વરના જીતાલી ગામે યોજાયેલા આ કાર્યક્રમ હેઠળ કુલ 90 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. આ કાર્યોમાં ગ્રામ્ય વિસ્તારોના આધુનિકીકરણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને, ગામના તળાવના વિકાસ માટે રૂા.40 લાખનો ખર્ચ કરાશે. તળાવને સુંદર બનાવી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન છે. તે ઉપરાંત, ગામમાં સીસીટીવી કેમેરા અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam