android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleshwar: મંત્રી દ્વારા રૂા.7.26 કરોડના વિકાસ કામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

calendar_todayMarch 29, 2026

Ankleshwar: મંત્રી દ્વારા રૂા.7.26 કરોડના વિકાસ કામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અંકલેશ્વર : અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂા.7.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં માર્ગોના બન્ને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે. મંત્રી પટેલે આ પ્રસંગે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિસ્તારમાં સુવિધા વધારવા સરકાર પ્રતિબદ્ધ છે.

ઉપરાંત, બાકરોલ ગામમાં પણ આશરે રૂા.1.89 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જેમાં પ્રવેશ દ્વારનું નિર્માણ, શાળાના નવા ઓરડાઓ તથા સર્કલ વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફ્સિર કેશવ ક્લોડિયા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam