android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી

calendar_todayJanuary 2, 2026

Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પાનોલી નજીક નેશનલ હાઈવે 48 પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહેલું એક ખાલી ટેન્કર પાનોલી ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરીને કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.

પાનોલી હાઈવે પર ટેન્કરનો અકસ્માત

બ્રિજની રેલિંગ તોડી ટેન્કર નીચે પટકાયું મળતી માહિતી મુજબ, ટેન્કર ચાલક કેમિકલનો જથ્થો ખાલી કરીને વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન પાનોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ટેન્કર પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પૂરઝડપે બ્રિજની લોખંડની રેલિંગ તોડીને સીધું જમીન પર ખાબક્યું હતું. ટેન્કર નીચે પટકાતા જ મોટો ધડાકો થયો હતો, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો 

ચાલકનો ચમત્કારિક બચાવ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, ટેન્કર નીચે ખાબકે તે પહેલા જ ચાલકે ચાલુ ટેન્કરમાંથી બહાર કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ટેન્કર ખાલી હોવાથી કોઈ કેમિકલ લીકેજ કે આગ લાગવાની ઘટના બની ન હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.

આ પણ વાંચો: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ