android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Appleને મળ્યા નવા  CEO, 15 વર્ષ પછી ટિમ કુક આપશે રાજીનામુ, મળી આ નવી જવાબદારી

calendar_todayApril 21, 2026

Appleને મળ્યા નવા CEO, 15 વર્ષ પછી ટિમ કુક આપશે રાજીનામુ, મળી આ નવી જવાબદારી

ઔપચારિક રીતે કુક પદ છોડ્યા બાદ જ્હોન ટર્નસ એપલના નવા CEO બનશે. કુક કંપનીમાં એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા નિભાવશે. જ્હોન ટર્નસ હાલ એપલમાં હાર્ડવેર એન્જિનિયરિંગના ચીફ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. તેઓ 1 સપ્ટેમ્બરથી CEOની જવાબદારી સંભાળશે.

એપલમાં આ બદલાવ ખૂબ જ મહત્વપૂર્ણ 

એપલમાં આ બદલાવ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ટિમ કુક CEO પદ છોડશે. અંતે આ પર મુહર લાગી ગઈ. કુક 2011થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે સ્ટીવ જોબ્સે આરોગ્ય કારણોસર પદ છોડ્યું હતું.

65 વર્ષીય કુક 1 સપ્ટેમ્બરે CEOની જવાબદારી જ્હોન ટર્નસને સોંપશે. ત્યારબાદ તેઓ એપલમાં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જોડાયેલા રહેશે.

સ્ટીવ જોબ્સની જગ્યાએ કુકે જ્યારે કંપનીની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમની સામે અનેક પડકારો હતા. તેમણે એપલને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી અને તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ સફળતાની નવી ગાથા લખી.

એપલ સાથે ટિમ કુકની સફર

ટિમ કુકે 2011માં સ્ટીવ જોબ્સના પદ છોડ્યા બાદ એપલની કમાન સંભાળી હતી. તેઓ 1998માં એપલમાં જોડાયા હતા. તે સમયે કંપની અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. સ્ટીવ જોબ્સે ટિમ કુકને એપલની ઓપરેશન ટીમને નવી દિશામાં લઈ જવા માટે નિમ્યા હતા.

2005થી 2011 સુધી તેમણે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામગીરી સંભાળી. આ દરમિયાન તેમણે iPod, MacBook, iPhone અને iPad જેવા પ્રોડક્ટ્સની સપ્લાય ચેઇનને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવી. માનવામાં આવે છે કે ટિમ કુકના કારણે જ એપલ મોટા પાયે પ્રોડક્ટ્સ લોન્ચ કરી શક્યું.

2011માં બન્યા CEO

સ્ટીવ જોબ્સની બીમારી દરમિયાન ટિમ કુકે કંપનીના CEO તરીકે ઇન્ટેરિમ ભૂમિકા નિભાવી. 24 ઓગસ્ટ 2011ના રોજ સ્ટીવ જોબ્સે ટિમ કુકને એપલનો CEO નિયુક્ત કર્યો. તેમના નેતૃત્વ હેઠળ એપલએ અનેક મોટા સિદ્ધિઓ હાંસલ કરી.

કુકના CEO કાર્યકાળ દરમિયાન કંપનીએ Apple Watch, AirPods, M1, M2, M3 સિલિકોન ચિપ્સ અને Apple Vision Pro જેવા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા. સાથે જ એપલ પહેલી એવી કંપની બની જેનું વેલ્યુએશન 3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું. ટિમ કુકના નેતૃત્વમાં iCloud, Apple Music, Apple TV+ અને App Store જેવા સર્વિસ બિઝનેસનો પણ ભારે વિકાસ થયો.