android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Aravalli: ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 23 છોડ અને 9.70 કિલો જથ્થા સાથે એકની ધરપકડ

calendar_todayFebruary 15, 2026

Aravalli: ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 23 છોડ અને 9.70 કિલો જથ્થા સાથે એકની ધરપકડ

ભિલોડા પોલીસે ટાકાટુકા ગામના એક ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના લીલા છોડનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ખેતરના માલિક તરીકે કોઈ રાજકીય હસ્તીનું નામ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

 ભિલોડામાં ગાંજાના છોડ ઝડપાયા

ચોક્કસ બાતમીના આધારે ભિલોડા પોલીસે ટાકાટુકા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે 9.700 કિલોગ્રામ થાય છે. પોલીસે સ્થળ પરથી સંજય ગમાર નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

રાજકીય કનેક્શન અને તપાસની દિશા

આ કેસમાં સૌથી વધુ ચર્ચા ખેતરના માલિકી હક્કને લઈને થઈ રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જે ખેતરમાંથી ગાંજાના છોડ મળ્યા છે, તે કોઈ સહકારી અને પૂર્વ રાજકીય આગેવાનનું છે. આ અંગે ભિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોવાથી રેકોર્ડ પર ખેતર માલિકનું નામ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ પણ વાંચો: Surat: ઈચ્છાપોરમાં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો