calendar_todayApril 1, 2026
Artemis II: ચંદ્રમાં તરફ ચાલ્યો માનવી, NASAનું ઐતિહાસિક લોન્ચ ક્યાં લાઇવ જોઇ શકાશે?
લોન્ચ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39B પરથી થશે. ભારતીય સમય અનુસાર લોન્ચ 2 એપ્રિલ સવારે 3:54 વાગ્યે શરૂ થશે. જો હવામાન કે ટેક્નિકલ સમસ્યા આવે તો આગામી દિવસોમાં અન્ય મોકા મળી શકે છે. આ મિશન ચાર એસ્ટ્રોનોટ્સને ચંદ્રની આસપાસ ફરાવીને પાછા લાવશે.
લાઇવ કવરેજ ક્યાં જોવું?
તમે ઘર બેઠા આ ઐતિહાસિક લોન્ચ લાઇવ જોઈ શકો છો. નાસાએ અનેક પ્લેટફોર્મ પર મફત લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. કોઈ સબ્સ્ક્રિપ્શન કે પૈસા લાગશે નહીં. લોન્ચ પહેલાંથી જ કવરેજ શરૂ થઈ જશે.
નાસાની ઓફિશિયલ સ્ટ્રીમ - NASA+ અને YouTube
સૌથી સારો અને ઓફિશિયલ વિકલ્પ NASA+ અને નાસાનો YouTube ચેનલ છે.
NASA+ પર કવરેજ ભારતીય સમય મુજબ રાત્રે 10:20 વાગ્યે શરૂ થશે.
YouTube પર કવરેજ સાંજે 5:15 વાગ્યે શરૂ થશે, જેમાં રૉકેટમાં ઇંધણ ભરવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવશે.
ડાયરેક્ટ લિંક
NASA YouTube Live: https://www.youtube.com/NASA
NASA+ Official Broadcast: https://plus.nasa.gov/scheduled-video/nasas-artemis-ii-crew-launches-to-the-moon-official-broadcast/
Rocket Live View: https://www.youtube.com/watch?v=XMZMSmOrzlU
અન્ય પ્લેટફોર્મ પર લાઇવ જુઓ
એમેઝોન પ્રાઇમ વિડિયો પર પણ નાસાનું કવરેજ મફત મળશે.
નાસા એપ ડાઉનલોડ કરીને મોબાઇલ પર જોઈ શકો છો.
CNN, C-SPAN અને Space.com જેવા પ્લેટફોર્મ પણ લાઇવ કવરેજ બતાવશે.
ભારતમાં ક્યાં જોઈ શકાય?
ભારતમાં લોકો YouTube અને NASA+ પર સરળતાથી જોઈ શકે છે. મોબાઇલ પર જોવા માટે YouTube એપ અથવા નાસા એપ ઉપયોગી છે. લોન્ચ સમયે ઇન્ટરનેટ કનેક્શન મજબૂત રાખો કારણ કે લાખો લોકો એકસાથે જોઈ રહ્યા હશે. કેટલાક ભારતીય ન્યૂઝ ચેનલ્સ પણ નાસાનો ફીડ લાઇવ બતાવી શકે છે.
લૉન્ચ પહેલાં શું જોઈ શકો છો?
1 એપ્રિલ સાંજે 5:15 વાગ્યે રૉકેટમાં પ્રોપેલેન્ટ ભરવાની પ્રક્રિયા
ક્રૂનું સૂટ-અપ અને લોન્ચ પેડ પર પહોંચવાની ક્ષણો
લોન્ચ કાઉન્ટડાઉન અને કોમેન્ટરી
લોન્ચ પછી ઓરિયન કેપ્સ્યુલના સોલાર પેનલ ખુલવાની પ્રક્રિયા
આર્ટેમિસ II લોન્ચ માનવ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. 54 વર્ષ પછી માનવો ફરી ચંદ્ર તરફ જઈ રહ્યા છે. તમે ઘર બેઠા નાસાના ઓફિશિયલ પ્લેટફોર્મ પર આ લાઇવ કવરેજનો આનંદ લઈ શકો છો.
આ પણ વાંચો: Strait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કર