android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Arvalli News : લો બોલો, અરવલ્લીના મેઘરજમાં ભાણીયાએ માસીને વિશ્વાસમાં લઈ 10.18 લાખ ટ્રાન્સફર કરી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ

calendar_todayMarch 9, 2026

Arvalli News : લો બોલો, અરવલ્લીના મેઘરજમાં ભાણીયાએ માસીને વિશ્વાસમાં લઈ 10.18 લાખ ટ્રાન્સફર કરી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અરવલ્લીના મેઘરજ તાલુકામાં નિવૃત વિધવા મહિલા શિક્ષિકા સાથે રૂ.10 લાખની છેતરપિંડીની ઘટના બની છે, જેમાં મેઘરજના રાંજેડી ગામની મહિલા શિક્ષિકા ઓનલાઇન ફ્રોડનો ભોગ બની છે, બહેનના ભાણીયા એ જ માસીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે અને આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

ફોન પે મારફતે 85 ટ્રાન્ઝેક્શનમાં આશરે ₹10.18 લાખ ઉપાડ્યા હોવાની વાત સામે આવી છે, સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો માસીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા સામે BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પોલીસ આ મામલે આઈટી એકટ મુજબ તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ કરાઈ છે.

1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે

૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ

૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ

૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો

૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ)

૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ

૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ

૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ

સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-

૧. અજાણી લિંક પર ક્લિક ન કરો.

૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં.

૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો.

૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો.

૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો

આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ.


આ પણ વાંચો : Surendranagar News : નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે વઢવાણના મેલડી માતાજી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું