android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Assembly elections 2026: આજે ત્રણ રાજ્યોમાં કુલ 296 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું મતદાન

calendar_todayApril 9, 2026

Assembly elections 2026: આજે ત્રણ રાજ્યોમાં કુલ 296 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું મતદાન

આજે 9 એપ્રિલના રોજ પુડુચેરી,કેરળમ અને આસામમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે.સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે.પુડુચેરી, કેરળમ અને આસામમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.જવાહરે બુધવારે જણાવ્યું હતું કે આજે 9 એપ્રિલના રોજ ત્રણરાજ્યોમાં મતદારો 294 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણીના શાંતિપૂર્ણ અને સુચારુ સંચાલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 1099 મતદાન મથકો

પુડુચેરી અને તેના હેઠળ આવતા વિસ્તારો કરાઈકલ, માહે અને યાનમમાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે.આ તમામ વિસ્તારોને મળીને કુલ 30 વિધાનસભા બેઠકો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 1099 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 209ને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.પી. જવાહરે જણાવ્યું કે 30 મતદાન મથકો સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.જ્યારે 15 બૂથોનું સંચાલન યુવા અધિકારીઓ કરશે.આ ઉપરાંત,બે મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે આ વખતે કુલ 24919 નવા મતદારો ઉમેરાયા છે.

મતદારોની સહાય માટે બૂથ પર સ્વયંસેવકો તૈનાત રહેશે

મુખ્ય ચૂંટણી અધિકારીએ એ પણ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોની સહાય માટે બૂથ પર સ્વયંસેવકો તૈનાત રહેશે, જે તેમને મતદાન મથક સુધી લાવવામાં અને સુરક્ષિત ઘરે પાછા પહોંચાડવામાં મદદ કરશે. વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.આસામમાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુરુવાર,9 એપ્રિલના રોજ અહીં મતદાન થશે.126 સભ્યોની વિધાનસભામાં સ્થાન મેળવવાની આશા રાખી રહેલા 722 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આ ચૂંટણીમાં થશે.અહીં સુરક્ષા માટે 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

મતગણતરી 4 મેના રોજ થશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર,એક તબક્કામાં યોજાનારા મતદાન માટે 35 જિલ્લાઓમાં કુલ 31940 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો-ઓબ્ઝર્વર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.મતગણતરી 4 મેના રોજ થશે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ ગોયલે જણાવ્યું હતું કે મોટાભાગના કર્મચારીઓ બુધવારે સવારે જ મતદાન મથકો માટે રવાના થઈ ગયા હતા,જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કર્મચારીઓને મંગળવારે જ મોકલી દેવામાં આવ્યા હતા. કેરળમાં ગુરુવારે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આ ચૂંટણીમાં 2.71 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જંગ LDF દ્વારા સતત ત્રીજી વખત સત્તામાં આવવાના પ્રયાસ, વિપક્ષી UDFની વાપસીની આશાઓ અને રાજ્યમાં પોતાનું ખાતું ખોલવાના NDAના પ્રયાસો વચ્ચેની કસોટી સમાન હશે.

આ પણ વાંચોઃ 'Hormuz Strait ફરી બંધ', સીઝફાયરનો ભંગ થયા બાદ ભડક્યુ ઈરાન