calendar_todayJanuary 17, 2026
B Praak Death Threat: 10 કરોડ આપો નહીં તો..બી પ્રાકને લોરેન્સ ગેંગ દ્વારા મળી ધમકી
ગાયક બી. પ્રાકને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ ગેંગ દ્વારા ગાયકને દસ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી છે. આ ઓડિયો રેકોર્ડિંગ 6 જાન્યુઆરીના રોજ બપોરે પંજાબી ગાયક દિલનૂરને મોકલવામાં આવ્યું હતું. આ પહેલા 5 જાન્યુઆરીના રોજ દિલનૂરને બે વાર ફોન કરવામાં આવ્યો હતો. જોકે, તેણે ફોનનો જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીના રોજ વિદેશી નંબર પરથી બીજો ફોન આવ્યો હતો.