calendar_todayJanuary 17, 2026
B Praak Death Threat : સિંગર બી પ્રાકને મળી જાનથી મારી નાખવાની ધમકી, મોહાલીમાં નોંધાઈ FIR
બોલીવુડના જાણીતા સિંગર બી પ્રાકને 10 કરોડ રૂપિયાની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સિંગરને ઘણા કોલ આવ્યા અને જેમાં પૈસાની માગણી કરવામાં આવી, સાથે જ કહેવામાં આવ્યું કે જો રકમ ચૂકવવામાં નહીં આવે તો તેમને મારી નાખવામાં આવશે. હવે બી પ્રાકને મળેલી આ ધમકી બાદ મોહાલીના સોહાના સ્ટેશનમાં સિંગરે FIR નોંધાવી છે.
સિંગરમાં ભયનો માહોલ
આ FIRની વિગત સામે આવી છે, જે મુજબ 5 જાન્યુઆરીએ ફરિયાદી બી પ્રાકને તેમના યુકેના આંતરરાષ્ટ્રીય નંબર પર કોલ આવ્યો હતો. જેમાં પૈસાની માગણી કરવામાં આવી હતી. કોલમાં આરોપીએ સિંગરને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું કે જો પૈસા નહીં આપવામાં આવે તો પરિવારને નુકસાન પહોંચાડવામાં આવશે. આરોપીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી. આ પ્રકારની ધમકીઓ ઓછામાં ઓછા 10 વાર આપવામાં આવી, જેના કારણે સિંગર ડરી ગયા અને માનસિક રીતે પરેશાન થવા લાગ્યા.
લોરેન્સે ગેંગે આપી ધમકી ?
ફરિયાદીએ કહ્યું કે આ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (4) એટલે કે બળજબરીથી વસુલી અને ગંભીર ગુનાહિત ધમકી હેઠળનો ગુનો છે. આરોપીએ મોત/ગંભીર ઈજા પહોંચાડવા, સંપતિ નષ્ટ કરવા જેવા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જેમાં આજીવન કારાવાસ કે 7 વર્ષથી વધારેની સજાની જોગવાઈ છે. તેમને મોહાલીમાં FIR નોંધાવી છે અને આ FIR 6 જાન્યુઆરી 2026એ મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને આપી છે. એવો આરોપ છે કે આ ધમકી અરજૂ બિશ્નોઈ દ્વારા આપવામાં આવી હતી, જે વિદેશથી સંચાલિત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કથિત સહયોગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ફરિયાદીએ કહ્યું કે દિલનૂર બાબલૂ, મોહાલીના વેનરાજ સોસાયટીના રહેવાસી છે, તેને પોતાને એક પંજાબી ગાયક ગણાવ્યો છે. રેકોર્ડ કરેલા ઓડિયો મેસેજમાં આરોપી તરફથી કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર પૈસા આપી દો નહીં તો જાનથી મારી નાખીશું અને આ ચેતવણી આપવામાં આવી કે આ કોલને ખોટો ના સમજવામાં આવે.
આ પણ વાંચો: Amitabh Bachchan Regret : જિંદગી વીતી ગઈ પણ... 83ની ઉંમરે બિગ બીને રહી ગયો આ વાતનો અફસોસ!