calendar_todayFebruary 22, 2026
Bahucharaji: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરામાં દબાણો અને ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતાની કમી,રોગચાળાનો ખતરો,સ્વચ્છતા ક્યારે?
જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિરના સ્થાપત્ય કળાના આ અદ્વિતીય નમૂનાને જોવા દરરોજ મોટી સંખ્યામાં દેશી-વિદેશી પ્રવાસીઓ પધારે છે.
પરંતુ કમનસીબે મોઢેરા બસ સ્ટેન્ડથી સૂર્ય મંદિર તરફ્ જવા માટેના રસ્તામાં દબાણ અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે.સૂર્ય મંદિરના કારણે મોઢેરા વિશ્વપ્રસિદ્ધ બન્યું છે.જ્યાં રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો એક આકર્ષકનું કેન્દ્ર છે. તેમજ વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મોઢેરા સૂર્યમંદિરના દર્શનાર્થે આવતા હોય છે.બસમાં આવતા મુસાફ્રો બસ સ્ટેન્ડથી ગામ વચ્ચેથી ચાલતા સૂર્યમંદિરે આવતા હોય છે. આ રસ્તામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.અને રસ્તામાં માટીના ઢગલાંઓના કારણે પગપાળા નીકળવું મુશ્કેલ બન્યું છે. સફઈ કામ માટે સ્થાનિક ગ્રામ પંચાયતને ગામની જનસંખ્યા મુજબ સફઈ કામની ગ્રાન્ટ ફળવવામાં આવે છે.પરંતુ ગ્રામ પંચાયતની બેજવાબદાર પદ્ધતિના કારણે પ્રવાસી તેમજ મોઢેરામાં વસતા નાગરિકો ગંદકીનો ભોગ બની રહ્યા છે બની રહ્યા છે.જાહેર આરોગ્યની દ્રષ્ટિએ આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તજજ્ઞોના મતે, આવી ગંદકીથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાઈ શકે છે.
બસ સ્ટેન્ડથી સૂર્ય મંદિરના માર્ગ પર મકાન માલિકોએ ખડકેલા માટીના ઢગલા
બસ સ્ટેન્ડથી સૂર્ય મંદિર તરફ્ જતા માર્ગ પર મકાન માલિકો પોતાની મિલકતોની સુરક્ષા માટે રસ્તામાં માટીના ઢગલા રાખતા હોવાથી સ્થાનિક વ્યવસ્થા અને ટ્રાફ્કિ વ્યવસ્થાને ગંભીર ખલેલ પહોંચી રહી છે. આવા કૃત્યથી પગપાળા જતા યાત્રિકો તેમજ વાહનચાલકોને મુશ્કેલી પડે છે.જે જાહેર સુવિધાનું ઉલ્લંઘન છે.સ્થાનિક વતનીઓ અનુસાર, માર્ગની બાજુના મકાન માલિકો પોતાની મિલકતોને બચાવવા માટે રસ્તાના કિનારે માટીના ઢગલા કરી રહ્યા છે. આનાથી રસ્તો સાંકડો થઈ ગયો છે.યાત્રિકોને ચાલવામાં જોખમ રહે છે.અને વધુ તકલીફ્ થાય છે.જે કાયદાનું સીધું ઉલ્લંઘન દર્શાવે છે. સ્થાનિક રહીશોની ફ્રિયાદ પર પંચાયત અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ ઢગલા દૂર કરાવવા જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો