calendar_todayMay 9, 2026
Banaskantha: ભાભરના હિરપુરા વિસ્તારમાંથી 1,169 બોટલ દારૂ ઝડપાયો
પેરોલ ફ્લો સ્કોડ વાવ થરાદ પોલીસ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી એક સ્વીફ્ટ કાર માંથી રૂ.2.68 લાખનો પરપ્રાંતિય દારૂ ઝડપી પાડયો છે કાર મુકીને આરોપી ફ્રાર થઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ વાવ થરાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડના ઈનચાર્જ પીઆઈ એ.જી. રબારી, પીએસઆઇ એસબી રાજગોર, પીએલ આહીર અને પોલીસ સ્ટાફ્ના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો , વચગાળાના જામીન ઉપરથી ફ્રાર આરોપીઓની તલાસ ઉપર હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાભર થી હિરપુરા જવાનાં રસ્તા પાસે સ્વીફ્ટ કાર નંબર GJ-38BA5747 ના ચાલક પોલીસને જોઈને કાર મુકીને તકનો લાભ લઈ ભાગી ગયો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો. પકડાયેલ મુદામાલને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવીને ગણતરી કરતા પરપ્રાંતિય દારૂની બોટલો નંગ 1169 જેની કિ.રૂ. 2,68,581 અને કારની કિંમત રૂ 3 લાખ મળી કુલ કિ રૂ.5,68,581 નો મુદામાલ કબ્જે કરી ફ્રાર થયેલા આરોપી સામે ભાભર પોલીસ સ્ટેશનને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો