android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : ભાભર પાલિકા દ્વારા પાણીનાં 15 ટેન્કરોની વ્યવસ્થા ઉભી કરાઈ

calendar_todaySeptember 18, 2026

Banaskantha : ભાભર પાલિકા દ્વારા પાણીનાં 15 ટેન્કરોની વ્યવસ્થા ઉભી કરાઈ

નર્મદા કેનાલની મેન્ટેનન્સ કામગીરીને પગલે ભાભર, દિયોદર અને લાખણી તાલુકાના 99 ગામોમાં પાંચ દિવસ માટે પાણીકાપ મુકવામાં આવતા ભાભર શહેરમાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ભાભર નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. દિયોદર તાલુકાના હદમાં આવેલા સામલા-વડાણા મુખ્ય નર્મદા કેનાલની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સામલા વડાણા નર્મદા રિફાઈન પાણીનો પ્લાન્ટ બંધ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભાભર નગરપાલિકા દ્વારા શહેરના છ વોર્ડમાં અંદાજે વધારે 15 જેટલા પાણીના ટેન્કરો ફાળવી પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વોર્ડવાર પાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સહિત તમામ વોર્ડના પાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ પોતાના વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઉપસ્થિત રહી ટેન્કર મારફ્તે લોકોને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થામાં જોડાયા છે. પાણીકાપના સમયગાળા દરમિયાન શહેરના નાગરિકોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ ટેન્કરો મારફ્તે પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો