calendar_todayOctober 16, 2026
Banaskantha : 19મી નેશનલ ડેરી પ્રોડક્ટ્સ જજીંગ સ્પર્ધામાં જી.એન. પટેલ ડેરી પ્રથમ આવી
દાંતીવાડા કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન જી.એન. પટેલ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, દાંતીવાડાએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે.તા. 8 અને 9 ઓક્ટોબર, 2026 દરમિયાન શેઠ મ.છો. ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આણંદ ખાતે યોજાયેલી 19મી નેશનલ ડેરી પ્રોડક્ટ્સ જજીંગ(NDPJ)સ્પર્ધામાં મહાવિદ્યાલયની ટીમે એકેડેમિક કેટેગરીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં દેશની 23 શૈક્ષણિક અને 21 ડેરી ઔદ્યોગિક સંસ્થાઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દૂધ, માવો (ખોયા) અને પ્રોસેસ ચીઝના સેમ્પલની ગુણવત્તા, ખામીઓ અને તીવ્રતા ચકાસવાની કસોટી કરવામાં આવી હતી.મહાવિદ્યાલય તરફ્થી હની પ્રજાપતિ અને ધારા વાઘેલાએ ટીમ સભ્યો તરીકે ભાગ લીધો હતો, જ્યારે ડો. પંકજ પરમારે ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપ્યું હતું. ટીમની સભ્ય હની પ્રજાપતિએ વ્યક્તિગત કેટેગરીમાં રનર-અપ પુરસ્કાર મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.સમાપન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પી.એચ. ટાંકના હસ્તે ઇનામ એનાયત કરાયા હતા. મહાવિદ્યાલયના આચાર્ય ડો. એ.એમ. પટેલે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો