calendar_todaySeptember 22, 2026
Banaskantha : લેન્ડ રેકોર્ડ વર્ગ - 3 ના કર્મીઓનું કચેરીમાં હાજર રહીને પેન ડાઉન
ગુજરાત રાજ્ય લેન્ડ રેકોડ્ઝ વર્ગ-3 કર્મચારી મંડળના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા લેન્ડ રેકોર્ડ વર્ગ-3 ના કર્મચારીઓ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. પાલનપુર સ્થિત મોજણી ભવન ખાતે તમામ કર્મચારીઓએ કચેરીની તમામ કામગીરીથી દૂર રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ અગાઉ તા.11/09/2026 થી તા.18/09/2026 સુધી કર્મચારીઓએ કચેરીમાં હાજર રહીને પેન ડાઉન આંદોલન કર્યું હતું અને તમામ પ્રક્રિયાઓ બંધ રાખી હતી. ત્યારબાદ તા.19/09/2026 ના રોજ કર્મચારીઓ માસ સી.એલ.પર રહ્યા હતા. તેમ છતાં સરકાર તરફથી પડતર પ્રશ્નો અંગે કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા મંડળે પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓની માંગણીઓ છે કે સિનિયર સરવેયર સંવર્ગમાં પે મેટ્રીક્ષ લેવલ - પમાંથી સુધારીને પે મેટ્રીક્ષ લેવલ-7 કરવું, સરવેયર સંવર્ગમાં પે મેટ્રીક્ષ લેવલ-4 માંથી સુધારીને પે મેટ્રીક્ષ લેવલ-પ કરવું.બનાસકાંઠા જિલ્લા એકમ અને કર્મચારી મંડળે જણાવ્યું હતું કે જમીન માપણી અને દફતર સંબંધિત પ્રશ્નોનું સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ હડતાળને કારણે જમીન રેકોર્ડને લગતી કામગીરીઓ અટકી પડતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો