android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: રસાણા હાઇવે પર પંપ માલિકની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 શખ્સો જેલના સળિયા પાછળ

calendar_todayMay 16, 2026

Banaskantha: રસાણા હાઇવે પર પંપ માલિકની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 શખ્સો જેલના સળિયા પાછળ

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પર કાયદો અને વ્યવસ્થાને પડકારતી લૂંટની ઘટનાના ગણતરીના કલાકોમાં જ એલસીબી પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા છે. ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર રસાણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપના માલિક પર હુમલો કરી, સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ જનાર ચાર લૂંટારુઓને પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

આખોલ ચાર રસ્તા પાસે ફિલ્મી ઢબે ઓપરેશન

લૂંટની આ ગંભીર ઘટના બનતા જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બનાસકાંઠા એલસીબીની ટીમ તપાસમાં જોતરાઈ હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ (સ્થાનિક બાતમીદારો) અને ટેકનિકલ એનાલિસિસના આધારે લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપીઓ ભાગવાની ફિરાકમાં હોવાની ચોક્કસ માહિતી મળતા જ પોલીસે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થતા ચારેય શખ્સોને આંતરી લીધા હતા.

પાટણના તત્વો અને લૂંટનો મુદ્દામાલ જપ્ત

પોલીસની કડક પૂછપરછમાં ચારેય આરોપીઓએ રસાણા નજીક પેટ્રોલ પંપ માલિકને માર મારી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ પાડોશી પાટણ જિલ્લાના અલગ-અલગ ગામોના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલી સોનાની તુલસીની માળા, ગુનામાં વપરાયેલા બે મોટરસાયકલ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 3,14,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ,અમદાવાદ-ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ