android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 98.63 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા

calendar_todayApril 5, 2026

Banaskantha: ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 98.63 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા

ધાનેરા પોલીસ સ્ટેશનના સ્ટાફે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી બાઇકને રોકી કડકાઇથી પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન મોટરસાયકલની હેડલાઇટના અંદરના ભાગમાંથી 98.63 ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ તેમજ બાઇક અને રોકડ રકમ સહિત કુલ રૂ. 3,56,150 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટાફ્ના માણસો નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી બાઈક નંબર (RJ 46 SN 4920) ને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે બાઇક ભગાડવાની કોશિશ કરી હતી. પોલીસે તાત્કાલિક આડાશ કરી બાઇક રોકી લીધી હતી. બાઇક સવાર બંને યુવાનોની કડકાઇથી પૂછપરછ કરતાં તેઓએ બાઇકની હેડલાઇટના અંદરના ભાગે ડ્રગ્સ છુપાવ્યું હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ આપનાર અને લેનારના નામ પણ સામે આવ્યા છે. રાજસ્થાનના સાંચોરનો ચેતનરામ બિશ્નોઈ આ મુદ્દામાલ આપનાર હતો, જ્યારે અમદાવાદના સાણંદ ખાતે રહેતા ગણપતભાઈ ગોહીલને આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો