calendar_todayFebruary 13, 2026
Banaskantha : પાલનપુરની ચંડીસર GIDCમાં દરોડા, ફરી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 7.93 લાખની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં 1200 લિટરથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ₹૭.૯૩ લાખ છે.
શુદ્ધ ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપાયેલા ઘીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. લેબોરેટરી રિપોર્ટના આધારે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની તૈયારી છે.
ખોરાકમાં ભેળસેળ સામે સખ્ત એક્શન
અહિંથી તંત્ર ખોરાકમાં ભેળસેળ સામે સખ્ત એક્શન મોડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડગામના માહીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે ખોરાક સલામતીને લઈને સતર્કતાનું સંકેત છે.
આ પણ વાંચો---- Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો