android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: LPG બંધ કરી ખેડુતે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો

calendar_todayMarch 18, 2026

Banaskantha: LPG બંધ કરી ખેડુતે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો

વધતી જતી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે ધાનેરા તાલુકાના વાછડાલ ગામના એક ખેડૂતે સમગ્ર પશુપાલક સમાજ માટે નવી રાહ ચીંધી છે. બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપીને આ ખેડૂત પરિવારે છેલ્લા દોઢ વર્ષથી એલપીજી ગેસનો ઉપયોગ બંધ કરી કુદરતી ઊર્જાના સહારે આત્મનિર્ભરતા હાંસલ કરી છે.

વાછડાલ ગામના પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ ચૌધરી અગાઉ રસોઈ માટે મોંઘા એલપીજી સિલિન્ડર પર નિર્ભર હતા. જોકે, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પ્રેરણા અને સરકારી સબસિડી યોજનાનો લાભ લઈ તેમણે પોતાના આંગણે ગોબર ગેસ પ્લાન્ટ કાર્યરત કર્યો. ભીખાભાઈ જણાવે છે કે, માત્ર 10 કિલો છાણ નાખવાથી આખા દિવસની રસોઈ માટે પૂરતો ગેસ મળી રહે છે. હવે અમારે ગેસ એજન્સીના ધક્કા ખાવા પડતા નથી કે બાટલાના ભાવ વધારાની ચિંતા રહેતી નથી.

આ પ્લાન્ટ માત્ર મફ્ત બળતણ જ નથી આપતો, પરંતુ ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. પ્લાન્ટમાંથી નીકળતી રસી (સ્લરી) ખેતીમાં ઉત્તમ કુદરતી ખાતર તરીકે વપરાય છે. ભીખાભાઈએ આ ખાતરની મદદથી ઘર વપરાશ માટે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કર્યું છે, જેનાથી રાસાયણિક ખાતરનો મોટો ખર્ચ બચ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો